સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના સંસ્કારધામ, ગુરુકુળ ખાતે કેન્દ્રિય મંત્રીશ્રી ડો. મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કક્ષાનાં ૭૪મા વન મહોત્સવનો ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. પ્રાસંગિક ઉદ્દબોધન કરતા કેન્દ્રિય મંત્રીશ્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું કે માનવજાતે આધુનિક જીવનશૈલી અને સુખ સુવિધાઓ પાછળની દોટમાં પર્યાવરણને ઘણુ નુકસાન પહોંચાડ્યું છે ત્યારે પર્યાવરણ સંરક્ષણ માટે સરકારનાં પ્રયાસોમાં તમામ નાગરિકો વિવિધ સ્તરે સક્રિયપણે સહભાગી થાય તે અનિવાર્ય છે.
મંત્રીશ્રીએ ગુજરાતમાં જંગલ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં વૃક્ષોના વાવેતરની સ્થિતિ વિશે જણાવ્યું હતું કે, વર્ષ 2003માં 25 કરોડ 10 લાખ વૃક્ષોનું વાવેતર થયું હતું, જયારે વર્ષ 2021માં 39.75 કરોડ વૃક્ષો વાવવામાં આવ્યા છે. આમ એકંદરે વૃક્ષોના વાવેતરમાં 58.26 ટકાનો વધારો થયો છે. આ પ્રગતિને બિરદાવતા મંત્રીશ્રીએ રાજ્ય સરકાર અને વનકર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }