ભાવનગર જિલ્લાનાં બે દિવસીય પ્રવાસે આવેલા કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાએ આજે નવાગામ નજીક આવેલા કન્ટેઇનર ઉત્પાદન કરતી કંપનીની મુલાકાત લીધી હતી તેમજ ત્યાં બનેલા ૧૫૫૧મા કન્ટેનરને લીલી ઝંડી આપી હતી. તેમણે તૈયાર થઇ રહેલા કન્ટેઇનર અંગેની જાણકારી મેળવી હતી અને જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.
ત્યારબાદ તેમણે ભાવનગર અને અલંગના ઉદ્યોગકારો સાથે બેઠક કરીને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા તેમજ જરૂરી પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા માટે ખાતરી આપી હતી. આ તકે મંત્રી ની સાથે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સ્ટેન્ડિંગ ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, ડે. મેયર કુમારભાઈ શાહ, અભય સિંહ ચૌહાણ સહિતનાં આગેવાનો, ઉદ્યોગકારો, ચેમ્બર ઓફ કોમર્સનાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર