સમગ્ર સાઉથ ગુજરાતમાં કુખ્યાત સુરતની સજ્જુ કોઠારી ગેંગ સામે પોલીસ કમિશનર અજયકુમાર તોમરની સુચના અને રણનીતિ મુજબ જંગે ચઢેલી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જેમના નામ ઉપર ર૦ હજારનું ઇનામ જાહેર કરેલ તેવા વોન્ટેડ આરોપીને મુંબઇ મહારાષ્ટ્રથી ઝડપી લેવામાં સફળતા મળી છે. પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝમ (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધી સજ્જુ કોઠારી સહિતના આરોપીઓની 6 મહિના પહેલા ધરપકડ કરી હતી. દરમિયાન આ ગેંગનો સાગરિત અલ્લારખા ઉર્ફે સાહિલ શેખ મુંબઇ હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચે તેને મુંબઇના વિરાર ઇસ્ટ ખાતેથી ઝડપી પાડ્યો હતો. તેના વિરૂધ્ધમાં એક વખત ગુજસીટોકનો ગુનો દાખલ થયેલહોવાનું જાણવા છતાં તેની ગેંગમાં સામેલ રહી પોતાની ગેરકાયદેસરની ગુનાહિત પ્રવૃત્તિ સતત ચાલુ રાખતા બીજી વખત ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આ ગુનામાં હાલનો આરોપી અલ્લારખા ઉર્ફે સાહિલ ગુલામમુસ્તુફા શેખ નાસતો ફરતો હતો. જેને પોલીસ ઝડપી લેવામાં આવ્યો.