22 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

કાલથી ત્રણ દિવસ રાજકોટ બનશે દેશભકિતમય; તારીખ: 13 થી 15 ઓગસ્ટ, 2023 દરમ્યાન “હર ઘર તીરંગા” અભિયાન અંતર્ગત રાજકોટમાં રાષ્‍ટ્રધ્‍વજ ૧.પ૦ લાખ મિલ્‍કતો ઉપર શાનથી લહેરાશે


સ્‍વાતંત્ર્ય સૈનિકોની રાષ્‍ટ્રભક્‍તિ લોકોના હદયમાં કાયમ જીવંત રહે અને દેશદાઝ સતત પ્રજ્‍વલિત રહે તે માટે કેન્‍દ્ર સરકાર દ્વારા આઝાદી કા અમળત મહોત્‍સવ અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેના અનુસંધાને આ દિવસો દરમ્‍યાન ઘરે ઘરે રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવી હર ઘર તિરંગા લહેરાવવાની સાથોસાથ તા. ૧4ના રોજ સવારે તિરંગા યાત્રાનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આયોજન કરાયું છે. આ ઉપરાંત તા. ૧૪મી ઓગસ્‍ટના રોજ સવારે ૦૭.૩૦ વાગ્‍યે શાળાઓના બાળકો અને શિક્ષકોની પ્રભાત ફેરીનું પણ આયોજન કરવામાં આવેલ છે. તેમજ આ આયોજન વિશે માહિતી આપવા મેયર ડૉ. પ્રદિપ ડવનાં અધ્‍યક્ષ સ્‍થાને આજે તા. ૧૨નાં રોજ રાજકોટ મહાનગરપાલિકા ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવેલ. જેમાં ડેપ્‍યુટી મેયર કંચનબેન સિધ્‍ધપુરા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર અનિલ ધામેલિયા અને ચેતન નંદાણી, આસી કમિશનર એચ. આર. પટેલ વિગેરે ઉપસ્‍થિત રહેલ. આ સાથે આ અંગે મેયર  ડૉ. પ્રદિપ ડવે પત્રકાર પરિષદને સંબોધન કરતા  જણાવ્‍યું હતું કે,   હર ઘર તિરંગૉ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા શહેરના વિવિધ ક્ષેત્રોને તેમાં સામેલ કરશે. તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧.૫ લાખથી વધુ રાષ્‍ટ્રધ્‍વજ લોકોના ઘર ઘર સુધી પહોંચે તે માટે કર્મચારીઓ અને અધિકારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ આ અંગે મ્‍યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, આપણે ત્‍યાં પ્રભાત ફેરીની આગવી પરંપરા રહી છે. આ પરંપરા આગળ ધપાવતા રાજકોટ મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તમામ ૯૩ પ્રાથમિક શાળાઓના ૩૩૦૦૦ જેટલા બાળકો અને શિક્ષકો તેમજ ૦૬ હાઈસ્‍કુલના ૧૦૦૦ જેટલા બાળકો અને શિક્ષકો દ્વારા તા. ૧૪ – ઓગસ્‍ટ ને સોમવારે સવારે ૦૭.૩૦ કલાકે શાળાની નજીકના રહેણાંક વિસ્‍તારોમાં પ્રભાત ફેરી યોજવામાં આવનાર છે. રાષ્‍ટ્રીય પર્વની ઉજવણી નિમિતે યોજાનાર આ પ્રભાત ફેરી લોકોમાં રાષ્‍ટ્ર ભાવના કેળવશે. તેમજ આ રાષ્‍ટ્રવ્‍યાપી અભિયાનમાં શહેરીજનો પણ સ્‍વયંભૂ જ સામેલ થઈ પોતાના ઘર કે સંસ્‍થા કે વ્‍યવસાયિક સ્‍થળે રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવી આઝાદીના અમળત મહોત્‍સવની ઉજવણી કરશે, તેવી રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારી ઓ અને મ્‍યુનિસિપલ કમિશનરે અપીલ કરી છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -