કર્ણાટકના નંદી ગામમાં દિગમ્બર જૈનાચાર્ય કામકુમાર નંદીજી મહારાજની ગત ૫ જુલાઇએ હત્યા થઇ હતી આ ઘટનાના સમગ્ર ભારતભરમાં ઘેર પ્રત્યાઘાતો પડ્યા છે અને જૈન સમુદાયમાં ભારે રોષ વ્યાપી ગયો છે ત્યારે જૈનાચાર્યની હત્યાના વિરોધમાં સુરતમાં રેલી કાઢવામાં આવી હતી સમસ્ત સાધુ સમાજ અને સમસ્ત જૈન સમાજ રેલીમાં જોડાયો હતો પારલે પોઇન્ટ સ્થિત સરગમ શોપિંગ સેન્ટરથી રેલીનું આયોજન કરાયું હતું રેલી મારફત કલેક્ટર કચેરીએ પહોંચી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું નંદીગામમાં અસામાજિક તત્ત્વો દ્વારા આચાર્યની હત્યા કરવામાં આવી હોય તેને સમસ્ત ભારતીય સમાજ, જૈન સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે.
રિપોર્ટર ઉદય તન્ના