23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

કર્ણાટકનો યુવાન માતા સાથે સ્કૂટર પર દેશભરમાં 75 હજાર કિમીની યાત્રા બાદ દ્વારકા પહોંચ્યા છે


 

આજના શ્રવણ કુમારની અનોખી માતૃભક્તિ જોવા મળી રહી છે વર્તમાન યુગમાં શહેરોની ભીડ ભાડ વાળી જિંદગીમાં સંતાનોને મોટાભાગે વૃદ્ધ મા બાપ માટે સમય મળતો નથી યા તો ફાળવી શકતા નથી પરંતુ આજના યુગમાં પણ લોકમુકે શ્રવણ કુમારનું બિરુદ પ્રાપ્ત કરનાર કર્ણાટકના યુવાને અનોખી માતૃભક્તિ કરતાં વૃદ્ધ માતા ને છેલ્લા સાડા પાંચ વર્ષમાં દેશભરમાં 75 હજાર કિમી થી વધુ ની યાત્રા ટુ-વ્હીલર થી કરી અનોખી માતૃભક્તિની મિશાલ આપી છે આજરોજ તેઓ તેમની યાત્રામાં યાત્રાધામ દ્વારકા ખાતે પહોંચી દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે સાથે દ્વારકા શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્ય જી નાં ચરણોમાં માતા પુત્ર એ શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને જગતગુરુ શંકરાચાર્ય તેમને ઉપવસ્ત્ર ઓઢાળી પ્રસાદ અર્પણ કર્યું હતું કર્ણાટકના મૈસુર પ્રાંતના કોર્પોરેટ એન્જિનિયર તરીકે કામ કરતા બી કૃષ્ણકુમાર તેમની માતા ચુડા રત્નમાં સાથે આજરોજ ટુવિલર મારફત ભારત ભ્રમણની માતૃ સેવા સંકલ્પ યાત્રા અંતર્ગત આજરોજ દ્વારકા વધારી દ્વારકાધીશ જગત મંદિરમાં કાળીયા ઠાકોરના દર્શન કર્યા હતા આ સાથે તેમને શારદા મઠ ખાતે સંક્રાંતિ કરીને પણ આશીર્વાદ મેળવ્યા હતા મીડિયા સાથે થયેલ વાતચીતમાં બીક કૃષ્ણકુમાર જણાવેલ કે તેમની માતા ચુડા રત્નમાય ે આખી જિંદગી ઘરકામમાં ચાર દીવાલો વચ્ચે વિતાવી દીધી છે ૨૦૧૫ માં માતાને ભારત ભ્રમણ કરવાનો સંકલ્પ કર્યો અને બેંગ્લોરમાં કોર્પોરેટ એન્જિનિયર તરીકેની નોકરીમાંથી 14 જાન્યુઆરી 2018માં રાજીનામું આપી ૧૬/૦૧/૨૦૧૮ થી માતા સાથે માતૃ સેવા સંકલ્પ યાત્રા ની શરૂઆત કરી હતી આશરે ૨૨ વર્ષ પહેલા પિતા તરફથી મળેલ ટુ વ્હીલરમાં જ માતા પુત્ર એ કન્યાકુમારી થી કાશ્મીર સુધીના દેશના અનેક રાજ્યોના તીર્થ સ્થળો મંદિરોની મુલાકાત લીધી છે અને નેપાલ ભુટાન મ્યાનમારમાં પણ આજે સ્કૂટરમાં ભ્રમણ કરે છે

અનિલ લાલ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -