કમોસમી વરસાદના કારણે રાજકોટમાં બાગાયતી પાકને નુકશાન પહોંચ્યું હતું. ગઈકાલે પડેલા વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું છે. આ સાથે જ તલ અને મગ સહિતના ઉનાળુ પાક પણ માવઠાને કારણે બગડી ગયા છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બાગાયતી પાકને નુકસાન થયું છે. ગઢવાજડી ગામમાં આંબાના પાકને ભારે નુકશાન થયું છે. અચાનક વરસાદ આવવાના કારણે ગાયો માટેનો સૂકોચારો પણ પલડી ગયો છે, ભારે પવન સાથે વરસાદ આવતા કેરીનો પાક ખરી ગયો છે. બારેમાસ મહેનત કરતા ખેડૂતો પર પડ્યા પર પાટું માર્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.
કમોસમી વરસાદના કારણે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બાગાયતી પાકને ભારે નુકસાન
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -