ઓખા નગર પાલિકા હાઈસ્કૂલ ખાતે 15 મી ઓગસ્ટ 2023 રાષ્ટ્રિય મોહત્સવ નિમીતે NSP રાષ્ટ્રીય તટીય પોલિસ એકાડમી જવાનો દ્વારા વિશાળ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. જેમા NSP જવાનો અધિકારીઓ, સ્કુલ સ્ટાફ તથા વિદ્યાર્થી ઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. અહી સ્કુલના આચાર્ય શ્રી જે બી જાડેજા સાહેબ, જતીનભાઈ રામાવતે આ તિરંગા યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ યાત્રા હાઈસ્કૂલ થી થઈ વ્યોમાની મંદીર, નવિબજર, રેલવે સ્ટશન રોડ પર “જય જવાન જય કિસાન” અને “વંદે માતરમના” નારા સાથે ફરી હતી. અહીં સ્કુલના તમામ બાળકોને NSP જવાનો દ્વારા બિસ્કીટ પેકેટો આપી 15મી ઓગષ્ટ ની શુભેચ્છા પાઠવી હતી. ઓખા સર્વોદય મહિલા મંડળ પ્રમુખ કોવશલ્યાબેન સાથે ઓખા મહિલા મોરચાના પ્રમુખ પૂજાબેન દવે ખાસ હાજર રહ્યા હતા.
હરેશ ગોકાણી