દેશના છેવાડે આવેલ ઓખા રેલ્વે સ્ટેશન ને વિકાસ શીલ સરકારની અનોખી ભેટ મળી હતી. ઓખા મુંબઈ રૂટ ની સાત દાયકાથી ચાલતી સૌરાષ્ટ્ર મેઈલ ટ્રેન ને ઇલેક્ટ્રિક ટ્રેન નો શુભ પ્રારંભ કર્યો હતો. આ ટ્રેનથી ઇંધણ ના બચાવ સાથે પ્રદુષણ પણ અટકશે. હવે થી ઓખા મંડળ દેવભૂમિ દ્વારકાના લોકો ઇલેક્ટ્રિક ટ્રેન મા મુસાફરી કરશે. અહી ધર્મ યાત્રા મહાસંઘ જિલ્લા અધ્યક્ષ શ્રી જગદીશભાઈ શાસ્ત્રી એ ભારતિય રેલવેના આ કાર્યને બિરદાવ્યું હતુ. ઓખાના DRUCC શ્રી દિપકભાઈ રવાણી એ ટ્રેન પાયલોટ ને દ્વારકાધીશ ના ઉપરણા ઉઠાડી સન્માનીત કર્યા હતા. આં પ્રસંગે વેપારી અગ્રણી શ્રી રમેશભાઈ મજીઠીયા, હરેશભાઇ ગોકાણી, યશવંતભાઈ કેર, જીતુભાઈ ગોકાણી, ચંદ્રસિંહ જાડેજા, વિશાલ ગોકાણી વગેરે ખાસ હાજર રહી મુસાફરોના મો મીઠા કર્યા હતા.
હરેશ ગોકાણી