ઓખા નગરપાલિકા વિસ્તારના ચાર ગામો ઓખા, આરંભડા, સુરજકરાડી અને બેટ દ્વારકામાં દર વર્ષની માફક આ વર્ષે પણ 77માં રાષ્ટ્રિય પર્વની ભાવભરી ઊજવણી કરવામાં આવી હતી. જેમાં ઓખાના લાલા લજપતરાય ક્રિકેટ ગ્રાઉન્ડમાં નગરપાલિકા ચેરપર્સંન શ્રીમતી દક્ષાબેન સુભાષભાઈ થોભાણી હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું તથા ઓખા હાઇસ્કૂલમાં આચાર્ય જે બી જાડેજા સાહેબના હસ્તે અને રેલ્વે સ્ટેશન પર સ્ટેશન મેનેજરના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ હતું. તેમજ અહી શાળાના બાળકો દ્વારા વહેલી સવારે પ્રભાત ફેરી પણ રાખવામાં આવી હતી આ સાથે સંસ્કૃતિ કાર્યક્રમમા દેશભક્તિના ગીતો પર બાળકો જુમી ઉઠ્યા હતા…
હરેશ ગોકાણી