ઓખા દ્વારકાધીશ જ્ઞાન મંદિર ખાતે અધિક શ્રવણ માસે દરરોજ શ્રીજી બાવાને જુદાં જુદાં સ્વરૂપના દર્શન રાખવામા આવે છે. અહી પૂજારી પરિવાર શ્રી રવીન્દ્ર ભાઈ વાયડા તથા 505 ગુગળી બ્રાહ્મણ સમાજ દ્વારા દરરોજ જુદા જુદા ધાર્મીક મહોત્સવ ઉજવવામાં આવે છે. આજરોજ જન્માષ્ટમી નિમિત્તે નદ મોહાત્સવ નુ ભવ્ય આયોજન કરવામાં આવેલ. જેમા શ્રીજી બાવાને બાલ ગોપાલ ગોવાળિયા નુ સ્વરૂપ દર્શન રાખવામા આવેલ. અહી મટકી ફોડ સાથે વેષ્ણવો કૃષ્ણ સાથે ગોપી ગોવાળિયા બની રાશે રમ્યા હતા. અને મહિલાઓ ભજન કિર્તન મા લીન બની નાચી ઉઠ્યા હતા.
હરેશ ગોકાણી