ઓખામાં ગણેશ મહોત્સવનો ધમાકેદાર શુભ પ્રારંભ બાદ તમામ પડાલોમાં દરરોજ ગણેશજીના જુદા જુદા શ્રૃંગાર દર્શન રાખવામા આવે છે. વર્ષો પહેલા ઓખા ગામમાં એક પડાલ મહારાષ્ટ્ર મંડળ દ્વારા રાખવામાં આવતું હતુ પરંતુ છેલ્લા ૧૦ વર્ષ થી ઓખાના તમામ વિસ્તારોમાં વિશાળ પંડાલ ઉભાકરી ગણેશની પુજા અર્ચના કરવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ પ્રજાપતિ સમાજની વાડી ખાતે ગણેશને ૫૬ ભોગ અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં સમાજનાં પ્રમૂખ સાથે ઓખાના વેપારી અગ્રણી હાજર રહ્યા હતા.
હરેશ ગોકાણી