40.2 C
Ahmedabad
Wednesday, May 14, 2025
spot_imgspot_imgspot_img

એપ્રિલ, મે – ૨૦૨૩ દરમ્યાન “રામવન” ખાતે ૩૪૪૭૧ લોકોએ મુલાકાત લીધી


રાજકોટ

રાજકોટ શહેરના નાગરિકોને શહેરના ટ્રાફિક તેમજ પ્રદૂષણથી દૂર એક રમણીય તેમજ કુદરતી વાતાવરણ મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજીડેમ પાસે ૪૭ એકર જમીન પર અર્બન ફોરેસ્ટ રામવન વિકસાવવામાં આવેલ છે. વેકેશન માસ (એપ્રિલ-૨૦૨૩થી મેં-૨૦૨૩ સુધી) દરમિયાન ૩૪૪૭૧ લોકોએ મુલાકાત લીધી હતી તેમજ રામવનના લોકાર્પણથી લઈને આજ સુધીમાં ૨૭૫૭૨૦ નાગરિકોએ મુલાકાત કરી હતી તેમ મેયરશ્રી ડૉ. પ્રદિપ ડવ, ડે. મેયરશ્રી કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ, ઈ. ચા. મ્યુનિ. કમિશનરશ્રી અનિલ ધામેલિયા, શાસક પક્ષના નેતાશ્રી વિનુભાઈ ધવા, શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાગ બગીચા અને ઝૂ કમિટીના ચેરમેન અનિતાબેન ગૌસ્વામીએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

રામવનમાં નીચે મુજબની સુવિધાઓ વિકસાવવામાં આવેલું છે.

 રામ સેતુ
 એડવેન્ચર બ્રીજ
 ચિલ્ડ્રન પ્લે-ગ્રાઉન્ડ
 રાશિવન
 ગજેબો ૮ નંગ

આ રામવનમાં ભગવાન શ્રીરામના જીવન પ્રસંગો પરથી લોકોને પ્રેરણા મળે એ હેતુ RCC વર્ક, મેશનરી વર્ક, ફાઇબર વગેરે મટીરીયલનો ઉપયોગ કરીને ફોરેસ્ટ થીમ સાથે તાલ મળે તે પ્રકારની કામગીરી કરવામાં આવેલ છે જેમા…

 ધનુષ-બાણ સાથેનો મુખ્ય દરવાજો (ધનુષ ગેટ)
 ભગવાન શ્રીરામનું સ્ટેચ્યુ (૩૦ ફૂટ ઊંચાઈ)
 શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણજીના સ્ટેચ્યુ
 જટાયુ દ્વાર
 શ્રીરામ અને કેવટજીના સ્ટેચ્યુ
 શ્રીરામ-સીતાજીના વનવાસના સ્ટેચ્યુ
 શ્રીરામ-લક્ષ્મણ અને શબરીના સ્ટેચ્યુ
 શ્રીરામની ચાખડી સ્ટેચ્યુ
 શ્રીરામનો સુગ્રીવ અને જાંબુવન સાથેનો મિલાપનું સ્ટેચ્યુ
 વાનરસેના સાથે રામસેતુ બનાવવાનું સ્ટેચ્યુ
 હનુમાનજી (સંજીવની પહાડ સાથે) સ્ટેચ્યુ
 રામરાજ્યાભિષેક (મ્યુરલ)
 રામ વનવાસનો પથ (ઓફિસ)
 યોગાસન કરતા બાળકોના સ્ટેચ્યુ

આ “રામવન”ના વિસ્તારમાં નાના-મોટા કુલ – ૮૦૦૦૦ નંગ જેટલા વિવિધ ૮૦ જેટલી પ્રજાતિના શ્રબ, હેઝ પ્લાન્ટ, ઓર્નામેન્ટલ પ્લાન્ટ, ફ્લાવરિંગ પ્લાન્ટ, પામ વેરાયટી, મેડિસિનલ પ્લાન્ટ, ફ્રુટ પ્લાન્ટ વિગેરેનું વાવેતર કરેલ છે. જેમાં કુલ ૨૫ પૈકીના ૨ બ્લોકમાં મિયાવાકી થીમ બેઇઝ પ્લાન્ટેશન, રેસ્ટિંગ પોઇન્ટ તરીકે ૩૦૦૦ ચોરસ મીટરનો લોન પ્લોટ, બાલક્રિડાંગણ તથા રાશીવન વિગેરે બનાવવામાં આવેલ છે. આ “રામવન”ના સમગ્ર વિસ્તારના વૃક્ષોને ડ્રીપ ઇરીગેશન પદ્ધતિથી પિયત આપવામાં આવે છે. જેથી પાણીનો વપરાશ ન્યુનતમ થાય તથા વિકાસ પામનારા “રામવન”ના વૃક્ષો વિકાસ માટે રિસાયકલ પાણીનો જ ઉપયોગ કરવામાં આવે છે.
રામવન મંગળવારથી રવિવાર સવારે ૧૦:૦૦થી સાંજે ૫:૩૦ સુધી નાગરિકોને ફરવા માટે ખુલ્લું હોય છે તથા દર સોમવારે રજા હોય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -