સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે વરદાનરૂપ રાજકોટ ખાતેની એઈમ્સ હોસ્પીટલ પ્રોજેકટ ધીમી ગતિએ ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ ડેલિગેશનના આગેવાનોએ એઈમ્સની રૂબરૂ મુલાકાત લઈ અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રોજેકટ ડીલે થવાના કારણોની તપાસ કરવા આવેદનપત્ર આપ્યુ હતું. કોંગ્રેસ આગેવાનોએ એઈમ્સ એકઝીકયુટીવ ડાયરેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ એઈમ્સ પ્રોજેકટ લગભગ 2022-23માં પૂર્ણ કરવાનો હતો જે આજે 2024માં પુર્ણ થયો નથી. તેમજ અગાઉ ઓગષ્ટ 2023માં વડાપ્રધાનનાં હસ્તે થવાનુ હતું પરંતુ ઓકસીજન પ્લાન્ટો ચાલુ નહી થતા ઉદઘાટન થયેલ નહી. ત્યારે ફરી વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન થવા જઈ રહ્યું છે. જેને લઇને આ પ્રોજેકટ લગતા મુદાઓ જેવા કે કામ ડીલે થવાના કારણોની તપાસ કરવી લેબર કામની જવાબદાર કંપની સામે નિયમોનુસાર કાર્યવાહી કરવી સહિતની માંગણીઓ કરી હતી.
એઈમ્સ પ્રોજેકટ ડીલે થવાના કારણોની તપાસ કરવા કોંગ્રેસ આગેવાનોનું આવેદન
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -