રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૦૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતિઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. ઉનાળુ વેકેશન દરમ્યાન મે-૨૦૨૩માં ૭૪,૦૧૯ મુલાકાતીઓ પ્રાણીઉદ્યાનની મુલાકાત લીધી જે અત્યાર સુધીના “મે” માસનો સૌથી વધારે મુલાકાતીઓની સંખ્યાનો રેકર્ડ છે, તેમ મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ઈ.ચા. મ્યુનિ.કમિશ્નર અનિલ ધામેલિયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું.
ઉનાળાનાં વેકેશનમાં મુલાકાતીઓનો વિશેષ ધસારો:
દર વર્ષે ઉનાળામાં સ્કુલ કોલેજમાં વેકેશન દરમિયાન ઝૂ ખાતે મુલાકાતીઓની વિશેષ ભીડ રહેતી હોય છે. ઝૂ ખાતે રાજકોટ શહેર ઉ૫રાંત આજુબાજુના વિસ્તા.રમાંથી મોટી સંખ્યાષમાં મુલાકાતીઓ પધારતા હોય છે. સામાન્યલ રીતે રવિવાર અને તહેવારના દિવસો દરમિયાન પાંચ હજારથી ૫ણ વધુ મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવેલ.
ગત વર્ષે ઉનાળુ વેકેશનમાં મે-૨૦૨૨ દરમિયાન ઝૂ ખાતે ૬૭,૮૧૫ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. ચાલુ વર્ષે હાલ ઉનાળુ વેકેશનમાં મે-૨૦૨૩ દરમિયાન ઝૂની મુલાકાતે આવેલ લોકોની સંખ્યા ૭૪,૦૧૯ છે. જે અત્યાર સુધીના “મે” માસનો સૌથી વધારે મુલાકાતીઓની સંખ્યાનો રેકર્ડ છે.
હાલ ઝૂ ખાતે જુદી જુદી ૬૭ પ્રજાતિઓનાં કુલ-૫૪૫ વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે.