ઉત્તરાયણને આડે હવે એક મહિના જેટલો સમય બાકી છે ત્યારે પ્રતિબંધ હોવા છતાં ચાઈનીસ દોરીનો ભરપુર વેપલો થઈ રહ્યો છે. રાજકોટમાં ઉત્તરાયણ તહેવાર પૂર્ણ ચાઈનીઝ દોરી ઝડપાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં 146 નંગ ચાઈનઝ દોરી ઝડપી પાડી છે. પોલીસે મોબાઈલ ફોન, કાર, ચાઇનીઝ દોરી સહિત 3,63,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે ચાઈનીઝ દોરી વેચવાના ગુનામાં કૌશલ મસરાણી અને નીરજ મસરાણીની ધરપકડ કરી છે. આખા દેશમાં ચાઈનીઝ માંઝા પર પ્રતિબંધ છે, તેમ છતાં દેશભરમાં છુપી રીતે તેનું વેચાણ થઈ રહ્યું છે. દર વર્ષે આ ચાઈનીઝ માંઝા હજારો પક્ષીઓ અને ઘણા લોકોના મૃત્યુનું કારણ બને છે. જો કે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) પાસે આને લગતો અલગ ડેટા નથી.વાસ્તવમાં, આ મેટલ કોટેડ માંઝાનો ઉપયોગ સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ આસપાસ ખૂબ વધી જાય છે. તેથી, એકવાર આ કોટેડ માંઝા કોઈના ગળા સુધી પહોંચે છે, તે તેમના જીવને જોખમમાં મૂકે છે. આ ધાતુના કોટેડ માંઝાને ચાઈનીઝ માંઝા કહેવામાં આવે છે.
ઉત્તરાયણ તહેવાર પૂર્ણ 146 નંગ ચાઈનઝ દોરી ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -