24.6 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

આદિવાસી ક્રાંતિવીર બિરસા મુંડાના પૈતૃક ગામ ઝારખંડના ખૂટી જિલ્લા ઉલીહાતુંથી 9મી ઓગષ્ટે આરંભાયેલી આદિવાસી સુરક્ષા યાત્રા ભિલોડા પહોંચી


બ્રિટિશરો સામે અવાજ ઉઠાવનાર આદિવાસી ક્રાંતિવીર બિરસા મુંડાના પૈતૃક ગામ ઝારખંડના ખૂટી જિલ્લા ઉલીહાતુંથી 9મી ઓગષ્ટે આરંભાયેલી આદિવાસી સુરક્ષા યાત્રા આજે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે પહોંચી હતી દેશને આઝાદ થયાને ૭૫ વર્ષ થયા બાદ પણ દેશભરના ૭૮૧ આદિવાસી સમૂહો પોતાની જાતને આજે પણ અસુરક્ષિત અનુભવે છે તેમનામાં વૈચારિક એકત્રીકરણ, સાંસ્કૃતિક શુદ્ધિકરણ, સામાજિક , રાજકીય એકતા અને જાગરૂકતા લાવવા અને આદિવાસી સમાજને એકજૂટ કરવાના આશય સાથે આદિવાસી સુરક્ષા યાત્રાનું આયોજન કરાયું હતું. આદિવાસી સુરક્ષા યાત્રા ભિલોડા ખાતે પહોંચતા જ ઢોલનગારા અને ફટાકડા ફોડીની સ્વાગત કરવામાં આવ્યું હતું,, ઝારખંડ ખૂંટી જિલ્લામાં જ્યાં આદિવાસી ક્રાંતિવીર બિરસા મુંડાની જન્મસ્થળ ઉલીહાતુથી 9મી ઓગષ્ટે આરંભાયેલી આ આદિવાસી સુરક્ષા યાત્રાનું ૭૦૦૦થી વધુ કિમીનું અંતર કાપીને સો વર્ષ અગાઉ જ્યાં ૧૨૦૦ વીર શહીદોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી તે વિજયનગરના દઢવાવમાં વીરભૂમિ પર સમાપન થશે.

 

 

 

ઋતુલ પ્રજાપતિ

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -