રાજકોટમાં ભાવનગર રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશના બગીચામાં લાઈનબંધ સુતેલા મજુર વર્ગના પરીવારની નિંદ્રાધીન બાળકીને ગોદડી સહિત ઉઠાવી જઈ દુષ્કર્મ આચરનારને કોર્ટે આજીવન કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ અમરેલી જીલ્લાના બાબરા તાલુકામાં મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતું દંપતી પોતાના પાંચ સંતાનો સાથે રાજકોટ ખાતે આવી મજુરીકામ કરતા હતા અને ભાવનગર રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચામાં ખુલ્લી જગ્યામાં રહેતા હતા. જ્યાંથી મોડી રાત્રે આરોપી હરદેવ મસરૂભાઈ માંગરોળીયા ત્યાંથી નીકળ્યો હતો. આ પછી ગોદડી ઓઢીને સુતેલી આઠ વર્ષની બાળકીને ગોદડી સાથે નિંદ્રાધીન અવસ્થામાં ઉઠાવી લઈ આજીડેમ ચોકડી પાસે અવાવરૂ જગ્યાએ ઉકરડા જેવા વિસ્તારમાં લઈ ગયો હતો અને ત્યાં બળાત્કાર કર્યો હતો. દુષ્કર્મ આચર્યા બાદ આરોપી હરદેવ ભોગ બનવનાર બાળકીને તેની તે જ જગ્યાએ જે તે અવસ્થામાં મુકીને જતો રહ્યો હતો. તમામ મેડિકલ એવિડંસ અને આ બાળકીએ જુબાની દરમિયાન આરોપીને ઓળખી બતાવેલ છે. આ તમામ પુરાવાઓથી સાબિત થાય છે કે ભોગબનનાર બાળકી સાથે આરોપી હરદેવ મશરૂભાઈ માંગરોળીયાએ જ દુષ્કર્મ કર્યું છે. આ તમામ રજુઆતોને ધ્યાનમાં લઈ પોકસો કોર્ટના એડીશનલ સેશન્સ જજ જે.ડી.સુથારે આરોપીને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે.વોરા રોકાયા હતા.
આઠ વર્ષની સગીરા ઉપરના ઘાતકી દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -