આટકોટ તેમજ ગોંડલ તાલુકામાં ઘરફોડ ચોરીની ઘટનાઓને ધ્યાને લઈ એલસીબી પોલીસે બાતમીના આધારે બોટાદ ગોંડલ અને પાલીતાણા ના ત્રણ શખ્સની આગવી ઢબે પૂછપરછ કરતા ચોરીના ગુના કબૂલ થયા હતા અને પોલીસે રૂ.૬,૩૫,૭૬૦/- ના મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહિલ, ડી.જી.બડવા સહિતનાઓ એ ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સીસ થી મળેલ માહિતી આધારે ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર ચોર ત્રિપુટીને દબોચી લઈ ૬,૩૫,૭૬૦નો મુદામાલ કબજે કર્યો હતો તેમજ ટીમે સહુની આગવી ઢબે પુછપરછ કરતા આટકોટના પાંચવડા ગામે, તથા સાણથલી તેમજ ગોંડલ તાલુકા મોટી ખીલોરી ગામે થયેલ ઘરફોડ ચોરીના ગુનાની કબુલાત આપી હતી.