24 C
Ahmedabad
Wednesday, May 7, 2025
spot_imgspot_imgspot_img

આખરે રાજકોટના સાંઢિયા પુલના નવિનીકરણનું મુહૂર્ત આવ્યુ, રેલવે વિભાગે મંજૂર કરી ડિઝાઈન


રાજકોટના વર્ષો જૂના સાંઢિયા પુલ ઓવરબ્રિજના નવિનીકણનું મુર્હત આવી ગયું છે.રાજકોટ મહાનગરપાલિકા દ્રારા જે ડિઝાઇન આપવામાં આવી હતી તે ડિઝાઇન અંતે રેલવે વિભાગે મંજૂર કરી છે અને ગણતરીના દિવસોમાં તેને આખરીઓપ આપીને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તેમજ રેલવે વિભાગ અને મહાનગરપાલિકા વચ્ચે બેઠક થયા બાદ આ અંગેનો આખરી નિર્ણય લેવાશે અને ટૂંક સમયમાં આ અંગે ઉચ્ચ કક્ષાએથી લીલીઝંડી આવતાની સાથે જ આ બ્રીજનું ટેન્ડર બહાર પાડવામાં આવશે.જો કે હજુ પણ ગ્રાન્ટને લઇને પ્રશ્ન ઉભો રહ્યો છે. રેલવે પાટા ઉપરની જમીન રેલવે વિભાગની માલીકીની છે ત્યારે મહાનગરપાલિકાએ પાંચ કરોડના ખર્ચમાં સાથ આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જે અંગે રાજકોટ મહાનગરપાલિકા અને રેલવે વિભાગ એકાદ બે દિવસમાં નિર્ણય લેશે અને ત્યારબાદ આ કામગીરી આગળ વધશે. રાજકોટનો સાંઢિયો પુલ જર્જરિત હાલતમાં છે અને ભયગ્રસ્ત છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા બ્રિજની બંન્ને બાજુએ એંગલ લગાવીને ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. એટલું જ નહિ બ્રિજની મધ્યમાં એંગલ લગાવી દેવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની તપાસમાં આ બ્રિજ નબળો પડી ગયો હોય તેવો રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. જે બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. જો બ્રિજનું કામ શરૂ થયા તો ભોમેશ્વર વિસ્તારમાંથી વૈકલ્પિક રસ્તો પસાર થશે. તેમજ સાંઢિયા પુલના નવીનીકરણથી હજારો વાહનચાલકોને ફાયદો થશે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -