આઇ ખેડુત પોર્ટલ પર ખેત ઓજારો/સાધનો, ટ્રેક્ટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માલ વાહક વાહન, ફાર્મ મશીનરી બેંક અને હાઇ-ટેક, હાઇ પ્રોડક્ટીવ ઇકવીપમેન્ટ હબ જેવા ઘટકો માટે ઓનલાઇન અરજીઓ માટે આગામી ૫ જૂન થી આઈ-ખેડુત પોર્ટલ શરૂ થશે. ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનાનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને ૨૦૨૩-૨૪ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે.
રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિરસોમનાથ