અરવલ્લીના મોડાસા, ભિલોડા, ધનસુરામાં વાવાઝોડા બાદ વરસાદ વરસ્યો હતો શહેરના હંગામી બસ સ્ટેન્ડ પાસે હોડીગ થયું ધરાશાયી થયું હતું SBI બેંક પાસે વીજ પોલ ધરાશાયી
થતા GEB કચેરીથી ચાર રસ્તા સુધીનો એક તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી
માલપુર રોડ પર સાંઈ મંદિર પાસે અને કોલેજ રોડ પર એક વૃક્ષ ધરાશાયી થયું હતું
જ્યારે ભિલોડાના લીલછા, ખલવાડ, મલેકપુર સહિતના ગામડાઓમાં કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદ બાદ આવેલા વાવાજોડાથી નુકશાન થયું હતું વીજપોલ તૂટયા હતા અને મકાન તબેલાના પતરાં ઉડયા હતા ધનસુરાના બુટાલ ગામે મકાનનું છાપરું ધરાશાઈ થતા એક મહિલા ડાહીબેન ચંદુભાઈ ડાભીને ઇજા પહોંચી હતી જ્યારે એક મકાન ધરાશાયી થયું હતું