અરવલ્લી જિલ્લામાં મોડાસાના ઇસરોલ પાસે ટેક્નિકલ ખામી સર્જાતાં એસટી બસ ખોટવાઈ હતી. જેથી બસમાં સવાર 30 થી વધુ મુસાફરો અધવચ્ચે અટવાયા હતા. તેમજ બોરસદ થી રતનપુર જતી આ બસમાં બિસ્માર રોડ ના કારણે ટેક્નિકલ ખામી સર્જાતાં બંધ પડી હતી જેથી બસ ચાલક અને કંડક્ટરે મોડાસા એસટી વિભાગને જાણ કરી રિપાઇર કરવી હતી.