અરવલ્લી જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે વિદેશી દારૂ ભરેલી કારના ચાલકે પોલીસની જીપને ટક્કર મારી શખસ નાસી છૂટયો હતો બાયડના આંબલિયારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બનાવ બનવા પામ્યો છે નાકાબંધી દરમિયાન ઉભેલી પોલીસ જીપને ટક્કર મારી શખસ નાસી જતાં પોલીસ કારનો પીછો કરી કાર અટકાવી જડતી લેતા કારમાંથી 1188 બોટલો વિદેશી દારૂ મળી આવતા પોલીસે 1.28 લાખના વિદેશી દારૂ અને કાર સહિત 6.28 લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે.