અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર સાર્વત્રિક વરસાદ હતો જેમાં મોડાસામાં 4 ઇંચ, બાયડ અને ધનસુરામાં સવા 5 ઇંચ વરસાદ તો માલપુર અને મેઘરજમાં 2.5 ઇંચ વરસાદ આ સાથે ભિલોડામાં પોણા 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી અપાઈ છે ત્યારતે વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તેમજ ભારે વરસાદથી બાયડનો લાંક ડેમ પણ ઓવરફ્લો થયો હતો. જેમાં ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને લઈ ડેમ ઓવરફ્લોથતાં ડેમમાંથી બે દરવાજા ખોલીને ડેમમાંથી પાણી છોડતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી