અરવલ્લી જિલ્લામાં ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે વધુ એક ડેન્ગ્યુનો પોઝિટિવ કેસ તંત્રના ચોપડે નોંધાયો છે 4 વર્ષની બાળકીનો ડેન્ગ્યુ રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે ધનસુરાના હિરાપુર ગામની બાળકી ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યો છે જિલ્લામાં ડેન્ગ્યુના કેસમાં વધારો થતાં તંત્ર પણ હરકતમાં આવી ગયું છે