અરવલ્લી જિલ્લાની અસાલ GIDCમાં કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી આગ 30 કલાક બાદ પણ કાબુમાં નહીં આવતા તંત્ર દ્વારા સતત પ્રયાસો યથાવત રાખવામાં આવ્યા હતા ગઈ કાલે શામળાજી-હિંમતનગર હાઇવે પર ઇકો વેસ્ટ ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી આગમાં 60 જેટલા કેમિકલના ટેન્કરો બળીને ખાખ થઈ ગયા છે ફાયર વિભાગના 5 વૉટર બ્રાઉઝર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન ચાલુ રાખવામાં આવ્યા છે ફેકટરીમાં આગને લઈ મેજર ફાયર કૉલ જાહેર કરાયો હતો આગની ભયાનકતાને લઈ અલગ અલગ સ્થળોએથી ફાયરની ગાડીઓ દોડાવવામાં આવી હતી આગથી કરોડો રૂપિયાના નુકશાનની શકયતા, આગ લાગવાનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું