અરવલ્લી જિલ્લાના મોડાસામાં મેઘરજ રોડ પર ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં પાઉભાજીની લારીના સંચાલક અને ગ્રાહક વચ્ચેની વધારાનું પાઉનું પેકેટ માંગતા માથાકૂટ થઈ હતી તેમજ માથાકૂટ માં લારીના સંચાલકે ગ્રાહકને ચપ્પુના ઘા ઝીંકયા હતા. તેમજ ગ્રાહકને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.