અરવલ્લી જિલ્લાના મેઘરજની ગ્રીન પાર્ક પાસેથી ભૃણ મળી આવ્યું હતું મૃત હાલતમાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો જાહરે રસ્તા પર ત્યજી દીધેલ ગર્ભ મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા મેઘરજ પોલીસ દોડી જઈ મળી આવેલ ભૃણને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયું હતું પોલીસે પાપ છુપાવવા ભૃણ ત્યજી દીધું હોય તે દિશામાં તપાસ હાથ ધરી છે.