અરવલ્લી જિલ્લાના ભિલોડાની ઇન્દ્રાસી નદીમાં નવા નિરની આવક થવા પામી છે સીઝનમાં પહેલી વાર ઇન્દ્રાસી નદીમાં નવા નીરની આવક થવા પામી છે ગત રાત્રીએ પડેલા વરસાદને પગલે નદીમાં પાણીની આવક નોંધાઈ છે ઇન્દ્રાસી નદી બે કાંઠે થતા પાણીનું પૂર જોવા લોકો ઉમટ્યા હતા નદીમાં નવા નીરની આવકને લઈ પંથકના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે