અરવલ્લી જિલ્લાના ધનસુરાના વડાગામ ખાતે ગત 24 જુલાઈના રોજ શ્રી વિશ્વકર્મા માયનિંગ ઇકવીપમેન્ટ નામના કારખાનામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો. જેમાં કારખાના માંથી તસ્કરોએ કુલ 31 હજારના મત્તાની ઘન મેટલની પિન, ફળિયા, વેલ્ડીંગના કેબલ સહિત સીસીટીવીના DVR ની ચોરી થઈ હતી. આ સાથે ધનસુરા પોલીસે મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથધરી હતી.