41.6 C
Ahmedabad
Tuesday, May 20, 2025
spot_imgspot_imgspot_img

અરવલ્લીના સગરવાડાથી વલ્લભસદન હોલ પાસેના રોડ સાઈડમાં નાખેલા નવા બ્લોક ઉખેડી નાખતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે


અરવલ્લી જિલ્લાના મોડાસા નગર પાલિકા વિસ્તારના સગરવાડાથી વલ્લભસદન હોલ પાસેના રોડ સાઈડ લગાવેલ પેવર બ્લોક ઉખાડીને રસ્તો પહોળો બનાવવા પાલિકા દ્વારા કામગિરી હાથ ધરાઈ છે. પરંતુ થોડા સમય પહેલા જ રોડ સાઇડમાં લગાવેલા પેવર બ્લોકને હવે ઉખાડી દેવામાં આવતા હોવાથી સવાલો ઉઠ્યા છે. અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના નેતા જયદીપસિંહ ચૌહાણએ પાલિકા તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે જોકે આ બાબતે મોડાસા નગર પાલિકાના પ્રમુખ નીરજ શેઠે વિકાસના કામોમાં રસ્તો પહોળો કરવા માટે આ લગાવેલ પેવર બ્લોકને ઉખાડવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું મોડાસા શહેરની જનતા રોડ રસ્તાની સમસ્યાથી હાલાકી ભોગવી રહી છે ત્યારે સવાલો સામેના જવાબો પ્રજાના ગળે ન ઉતરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -