અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકાની ડંપિંગ સાઈટ મામલે સતત ત્રીજા દિવસે ગ્રામજનોનો વિરોધ યથાવત જોવા મળ્યો હતો ગ્રામજનોએ રોડ ઉપર ઊંઘી જઈને ચક્કાજામ કર્યો હતો ગારૂડી સહિત પાંચ ગામના લોકોએ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો વિરોધને લઈ પોલીસ દ્વારા DYSP, PI, PSI અને પોલીસકર્મીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ડંપિંગ સાઈટને લઈ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની ટિમ ગારૂડી ગામે દોડી ગઈ હતી અને ડંપિંગ સાઈટ અન્ય સ્થળે ખસેડવાના ગ્રામજનોની માંગને સમર્થન આપ્યું હતું આવતીકાલે કલેકટરને મળીને પણ રજુઆત કરવામાં આવશે ગારૂડી ગામે ડંપિંગ સાઈટ ન બનાવવા દેવાની માંગ પર ગ્રામજનો અડગ છે
ઋતુલ પ્રજાપતિ