અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અનેક સ્થળોએ ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી છે. જેમાં મહારાજા ગણેશ મિત્ર મંડળ ગણેશ ઉત્સવના આઠ વર્ષ પૂર્ણ કરી નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે,, મોડાસામાં વિસાનીમા પંચની વાડી પાસેના ચોકમાં છેલ્લા આઠ વર્ષથી મહારાજા ગણેશ મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. મહારાજા ગણેશ મિત્ર મંડળના પ્રમુખ ધવલ સગર, ઉપપ્રમુખ જયેશ ગાંધી, ખજાનચી વિકી શેઠ, મંત્રી દુષ્યંત વ્યાસ, ગોવિંદ મારવાડી સાથે જ અવિરત રીતે સેવા આપતા સ્વયંમ સેવકો સહિત દાતાઓના સહિયોગથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે ગણેશ ઉત્સવના પાંચમા દિવસે વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર અને મોડાસા નગરપાલિકાના પ્રમુખ એવા નીરજ શેઠ, ઉપપ્રમુખ રોહિત પટેલ, કારોબારી અધ્યક્ષ અતુલ જોષી સહિત ભાવિક ભક્તોએ ગણપતિ દાદાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. આ સાથે જ મોડાસામાં વર્ષો વર્ષ આ પ્રકારનું આયોજન કરતા રહે તે માટે શુભેચ્છા પણ પાઠવી હતી..
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી