અરવલ્લીના મોડાસામાં 41મી રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું બાલકદાસજીના મંદિરેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થયો હતો રાજયકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા અને સંતોએ રથને પ્રસ્થાન કરાવ્યું હતું 7 કિલોમીટરના રૂટ પર રથયાત્રા ફરશે જુના રૂટ પરથી નવા રૂટ તરફ રથયાત્રા આગળ વધશે ડી.જે., અખાડા, ભજન મંડળીઓ, વિવિધ ઝાંખો દર્શાવતા ટેબ્લો રથયાત્રાના મુખ્ય આકર્ષણો રહ્યા હતા અત્યંત ભક્તિમય માહોલમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડેપગે રહ્યો હતો રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો સહિત શહેર અગ્રણીઓ, અને રાજકીય આગેવાનો જોડાયા હતા
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી