અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના માલપુર રોડ પર,25 દિવસ પૂર્વે નિર્માણ પામી રહેલી, બહુમાળી બિલ્ડીંગના ત્રીજા માળની પેરાફિટ તૂટી પડતા, કડીયા કામ કરી રહેલા ત્રણ શ્રમિકો નીચે પટકાતા, ત્રણ પૈકી એક શ્રમિકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જયારે ઈજાગ્રસ્ત બનેલા બે શ્રમિક પૈકી એક યુવક હાલ 25 દિવસથી, મોડાસાની હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે,શ્રમિકનો પરિવાર આર્થિક રીતે તૂટી ગયો હોવાનું જણાવી રહયો છે,મોડાસા ટાઉન પોલીસ મથકે આ, બનાવ અંગે બેદરકારી બદલ એન્જીનીયર અને કોન્ટ્રાકટર સામે સાપરાધ,મનુષ્યવધ સહિતની કલમો મુજબ ગુનો નોંધાયો હોવા છતાં, ટાઉન પોલિસ ભેદી રીતે આરોપીઓને પકડવામાં નાકામિયાબ રહેતા, પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે, ટાઉન પોલીસે થોડા દિવસ પૂર્વે છેતરપીંડીના ગુનાના આરોપીને ગણત્રીના કલાકોમાં, બોમ્બે થી ઝડપી લઈ વાહવાહી મેળવી હતી,પરન્તુ સાપરાધ મનુષ્યવધના મોટા માથાના આરોપીઓ ને પકડવામાં પોલીસ કેમ પાછી પાની કરે છે, જેવા અનેક સવાલો ઉભા થયા છે
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી