અરવલ્લીના ધનસુરામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા મુખ્ય બજાર, ચાર રસ્તા, બસ સ્ટેન્ડ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા મોડાસા-નડિયાદ સ્ટેટ હાઇવે પણ પાણીમાં તરબોળ થયો હતો જ્યારે મોડાસામાં એક અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી શહેરના ચારરસ્તા તેમજ માર્કેટયાર્ડમાં વરસાદી પાણી ભરાયા હતા સામાન્ય વરસાદમાં મોડાસા ચાર રસ્તા પર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી
ઈસરોલ, જીતપુર, રખિયાલ, ટીંટોઇ, વરથું સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વરસાદથી ખેતી પાકોને ફાયદો થઈ શકે છે