અમરેલી ધારી ગીરના જીરા ડાભાળીમાં દીપડાનો આંતક સામે આવ્યો છે 15 દિવસથી જીરા ડાભાળી ગામે દીપડાએ ધામા નાખ્યા છેગામમાં ઘૂસીને દીપડાએ વાછરડાનો શિકાર કર્યો છે
જીરા ડાભાળી ગામે 15 દિવસ પહેલા બનેળા બનાવના CCTV ફૂટેજ સામે આવ્યા છે 15 દિવસથી મૂકેલા પાંજરામાં દીપડો ચકમો આપતો હતો પરંતુ આજે વહેલી સવારે દીપડો પાંજરે પૂરાયો હતો દીપડો પકડાઈ જતા જીરા ડાભાળી ગામના સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો ડાભાળી સરપંચ ચંદ્રેશભાઇ વાળાએ વન વિભાગને જાણ કરતા વન વિભાગના કર્મચારીઓ દ્વારા દીપડાને પાંજરે પૂર્યો હતો
રિપોર્ટર સંજય વાળા ધારી