અમરેલી શહેરમાં તંત્ર દ્રારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.શહેરના મુખ્ય વિસ્તારોમાં તેમજ જુદી જુદી જગ્યાઓ પર થયેલ દબાણ ને હટાવવા માત્ર આજે સવારથીજ તંત્ર દ્રારા કામગીરી કરવામાં આવી રહી છે.જેમાં 1 ડીવાયએસપી, 6 પીઆઇ, 25 પીએસઆઇ અને 240 ઉપરાંતના પોલીસ જવાનો નો કાફલો હાજર રહી ને દબાણ હટાવવાની કામગીરી કરી રહી છે.શહેરમા તંત્ર દ્રારા અલગ અલગ 6 જેટલી ટિમો બનાવીને દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.પોલીસ સાથે નગરપાલિકાનો સ્ટાફ પણ આ કામગીરીમાં જોડાયો છે.શહેરમાં શાંતિથી દબાણ હટાવવાની કામગીરીને લઈને અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ તંત્ર નો પૂરતો સ્ટાફ પણ હાજર રહ્યો છે. પાકા મકાનો અને દુકાનો પર સર્વે કર્યા બાદ પાલિકા કાયદેસર કાર્યવાહી કરી દબાણો દૂર કરવાના ગીત ગાઈ રહી છે પણ વાસ્તવિકતા જોઈએ તો દબાણો દૂર કરવામાં ગરીબોની રોજી રોટી છીનવવા માટે દબાણો દૂર કર્યા પણ પાકા મકાન ઓફિસો અને કોમ્પલેક્ષ વાળા દબાણો દૂર ક્યારે કરશે તેવો લોકોએ વેધક સવાલો કર્યા…
અશોક મણવર અમરેલી