અમરેલીમાં અરબી સમુદ્રની અંદર વાવાજોડુ આગળ વધતા તંત્ર દ્વારા વાવાઝોડાની આગાહીના ભાગરૂપે દરિયામાં હવાઈ નિરીક્ષણ કરવા ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમો એક્સન મોડમા આવી હતી. જેમાં પોરબંદરથી જાફરાબાદ દરિયાઈ સીમા પર સમુદ્રમાં માછીમારો માછીમારી ન કરે તે માટે વિમાન મારફતે ખાનગી રાહે કોસ્ટગાર્ડ દ્વારા હવાઈ નિરીક્ષણ શરૂ કરાયું હતું. આ નિરીક્ષણ જાફરાબાદના પીપાવાવ કોસ્ટલ બેલ્ટ ઉપર ઇન્ડિય કોસ્ટગાર્ડની ટીમ દ્વારા. 20 મિનિટ સુધી શિયાળબેટ જાફરાબાદ પોર્ટ વિસ્તારના દરિયા કિનારા આસપાસ તપાસ હાથ ધરી કરવામાં આવ્યુ હતું .
અશોક મણવર અમરેલી