24.6 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

અમરેલીના વેપારીના નામે ઈન્ટરનેટથી 7 બોગસ પેઢી બનાવનાર શખ્સને ભાવનગર સાઈબર ક્રાઈમે ઝડપી લીધો


અમરેલીના વેપારી ચંદ્રેશભાઈ સંઘવીના ઘરે ઇન્કમટેક્ષ વિભાગની એક નોટિસ મળી કેટલાક નાણા ભરવા બાબતે નોટિસ મળ્યા બાદ પોતાના સી.એ.ને બતાવતા આવી કોઈ પેઢી કોઈ હતી નહિ ત્યારબાદ અમરેલી સાઇબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી ભાવનગર રેન્જ આઈ.જી.પી.ગૌતમ પરમારને કેટલીક તપાસ સોપાય હતી જેમાં આ અમરેલીની તપાસ પણ ભાવનગર સીટને સોંપતા અમરેલી ફરિયાદના આધારે ભાવનગર સાઈબર ક્રાઇમ એ ભાવનગર શહેરમાંથી ફિરોજ ઉર્ફે પિન્ટુ ગફાર ખાન પઠાણની ધરપકડ કરતા તેમની પૂછ પરછ શરૂ કરતાં તેમની બોગસ પેઢીઓ બનાવી હોવાની પોલીસ તપાસમાં કબૂલાત આપતા તેમની ધરપકડ કરી વધુ તપાસ માટે અમરેલી કોર્ટમાં રજૂ કરતા 6 દિવસના રિમાન્ડ મળ્યા છે ઈન્ટરનેટના માધ્યમથી આખુંય સ્કેન્ડલ ચાલતું હતું ઇન્ટરનેટના માધ્યમોથી હવે જી.એસ.ટી બોગસ પેઢીઓ બનાવી કૌભાંડ આચરેલ હતું  ફરિયાદી ચંદ્રેશભાઈ સંઘવીને પહેલા ટેક્સ ભરવાની નોટિસ મળતા ચોકી ઉઠ્યા હતા પરંતુ પોલીસએ જી.એસ.ટી.વિભાગ માંથી તપાસ કરાવતા આ ચંદ્રેશભાઈના નામે 7 પેઢીઓ ચાલતી હતી 3 ગુજરાત, 2 તમિલનાડુ, 2મહારાષ્ટ્રમાં બોગસ પેઢીઓ ચાલતી હતી અને ફરિયાદ બાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ સાયબર ક્રાઇમ પોલીસે કર્યો હતો હાલમાં પકડાયેલા આરોપીની પૂછ પરછ દરમ્યાન એક મોબાઈલ મળ્યો છે વધુ મોબાઈલ મળી આવે તેવી શકયતા જોવા મળી રહી છે

અશોક મણવર અમરેલી

 

  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -