બગસરા શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ કરાયું છે ત્યારે છેલ્લા આઠ દસ દિવસથી સતત વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત થયું હતું તેમજ વરસાદથી ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. આ સાથે બગસરા તાલુકાના સાપર સુડાવડ લૂઘીયા સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતાં ગામે આવેલ નદી નાળાઓ ભારે પુર આવતા નદીઓ ગાડી તુર બની છે ત્યારે હવામાન વિભાગે આપેલ આગાહીના પગલે બગસરા પંથકમાં એક કલાક ઉપરથી ધોધમાર વરસાદ પડતાં ખેતી પાકોને ભારે નુકસાન ખેડૂતો ચિંતિત હતા. તેમજ ભારે વરસાદના લીધે મુજીયાસર ડેમ ઓવરફલો થયો હતો અને સાતલડી નદીમાં પણ ઘોડાપુર આવ્યા હતા આમ નદી નાળાઓ છલકાતા પાણીના નિકાલની વ્યવસ્થા અભાવે પાણી નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરમાં ઘૂસ્યું હતું તેમજ પાણી ભરાતા ગરીબોના ઘરો પાણીમાં તરબતર થયા હતા. આ સાથે ઘર વખરી સહિતનો સામાન પણ વરસાદી પાણીમાં પલળી ગયો હતો.
અશોક મણવર અમરેલી