સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળેલ કે અમદાવાદ બાજુથી આવતી ટ્રક નં. RJ – 19 – GG 9615માં કેપ્સિકમ મરચાના થેલાની આડમાં વિદેશી દારૂ રાજકોટ બાજુ લઈ જવામાં આવે છે .આ બાતમીના આધારે બગોદરા લીમડી હાઇવે પર વિજિલન્સની ટીમે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી ટ્રક આવતા તેને રોકી ચેક કરતાં કેપ્સિકમના થેલા હટાવી અંદર ચેક કરતાં દારૂની 7190 બોટલ મળી આવતા દારૂ, ટ્રક સહિત 47 લાખ 84 હજાર 600ના મુદામાલ સાથે જોધપુરના ભીકારામ સીરદાસરામ દેવાસીની ધરપકડ કરી હતી પ્રાથમિક તપાસમાં આ દારૂ રાજકોટ પહોંચાડવાનો હોવાની કબૂલાત આપી હતી
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર