અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર રાત્રે કાર દ્વારા અકસ્માત જોવા ઉભેલા લોકોને ઉડાવતા બે પોલીસ જવાન સહિત 9ના મોત થયા છે. ગૃહરાજ્યમંત્રીએ અકસ્માતને લઈને દુખ વ્યકત કરવાની સાથે જણાવ્યું હતું કે, આ દુખદ ઘટના છે. અમદાવાદ શહેરનો યુવાન તથ્ય પ્રજ્ઞેશ પટેલ જે ગોતા વિસ્તારમાં રહે છે. તેણે પોતાની મોજશોખ માટે મિત્રો સાથે કારમાં જે રાહદારી માટે બનાવેલો રોડ રેસિંગ ટ્રેકની ઝડપે કારે અકસ્માત જોવા ઉભેલા બે પોલીસ જવાન અને લોકો પર ચડાવી દીધી હતી. આ અકસ્માતમાં બે પોલીસ જવાન સહિત 9 લોકોના મોત થયા છે. તેમજ બંને બાપ-બેટા જેમણે સામાન્ય પરિવારોની ઘરની ખુશી છીનવી છે અને ખુશી છીનવ્યા પછી પિતા દ્વારા ત્યાં જઈને દાદાગીરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બંનેને કાયદાનું ભાન પડે એ પ્રકારની સો ટકા કામગીરી અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવશે. આ કેસમાં અઠવાડિયાની અંદર ચાર્જશીટ પૂર્ણ કરવામાં આવશે. સ્પેશિયલ પીપીની નિમણૂક આવતીકાલ સાંજ પહેલા કરી દેવામાં આવશે. આ ઉપરાંત ભવિષ્યમાં કોઈપણ નબીરાઓ આવી હિમ્મત ન કરે અને સામાન્ય રાહદારીઓ માટે જે રોડ સરકારે બનાવ્યા છે તેને પોતાની મોજમસ્તી માટે રેસિંગ ટ્રેકની જેમ ઉપયોગ ન કરે. પ્રજ્ઞેશ પટેલ જેની અનેક ગુનાઓમાં ભૂતકાળમાં સંડોવણી રહી છે. પ્રજ્ઞેશ પટેલે ત્યાં સ્થળ પર જઈને સામાન્ય નાગરિકો જોડે માથાકૂટ, ધમકી આપવાની ઘટનાઓને લઈને ગુનો દાખલ કરવામાં આવશે.. તેમજ મુખ્યમંત્રી દ્વારા મૃતકોને રૂ.4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.50,000ની સહાય જાહેર કરાઈ છે. રાજ્ય સરકાર દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરીને અકસ્માતનો ભોગ બનનાર તમામને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છે.