અમદાવાદમાં સાણંદના માધવનગરમાં દેશી દારૂનો ખુલ્લેઆમ દેશી દારૂની પોટલી વેપારનો વિડીયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે સ્થાનિક જાગૃત નાગરિકએ અમદાવાદ ગ્રામ્ય એસ.પીને રજુઆત કરી છતાં દેશી દારૂનો વેપાર ધમધમાટ ચાલુ હોવાનું સામે આવ્યું હતું. તેમજ ગામમાં દારૂનો ધંધો છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે તેવા આક્ષેપ પણ ત્યાંના સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા. આ સાથે જો કડક પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી નહિ લેવાય તો જાગૃત નાગરિક હાઈકોર્ટનો સહારો લેશે તેવી ચીમકી ત્યાંના લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર