અમદાવાદમાં મોતનું તાંડવ રચાયું એ ઈસ્કોન બ્રિજ જેવી જ દશા રાજકોટમાં પણ જોવા મળી છે જેમાં રાજકોટનો સર્વે કરતાં સામે આવ્યું છે કે રાજકોટના એક પણ ઓવર બ્રિજ ઉપર CCTV કેમેરા નથી. ત્યારે ભવિષ્યમાં આવીકોઈ ઘટના રાજકોટમાં બને અને જો CCTV કેમેરા બ્રિજ પર લગાડેલ હોય તો કાયદાકીય રીતે આરોપીને સજા આપવામાં પણ આ પુરાવો ખૂબ મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે. આ સાથે આ અંગે વાતચિત કરતાં કોર્પોરેશનના આઈ. ટી. હેડ ગોહેલે જણાવ્યું હતું કે હાલ એકપણ બ્રિજ ઉપર CCTV કેમેરા નથી જેથી પોલીસ તંત્રની માંગ મુજબ અમે ઈન્સ્ટોલેશન કરતાં હોઈએ છીએ જ્યારે ટ્રાફિક પોલીસ એસ. પી. એ જણાવ્યું હતું કે CCTV કેમેરા ઈન્સ્ટોલેશનનું કામ કોર્પોરેશન નું છે. આમ એકબીજા પણ વાતો ઢોળી નાખતા CCTV કેમેરા ન હોવાથી અક્સમાત થઈ તો જવાબદાર કોણ ? તેવા સવાલો પણ તંત્ર સામે ઉઠયા છે…