અમદાવાદ સાણંદ માં સમગ્ર હિન્દુ સમાજ માટે શ્રદ્ધા અને ભક્તિ માટે નો પવિત્ર મહિનો શ્રાવણ આગામી તારીખ:૧૬/૦૮/૨૦૧૩ થી શરૂ થવા જઈ રહ્યો છે તો આ પવિત્ર માહ દરમ્યાન સાણંદ શહેર માં હજારી માતાના મંદિર થી લઈને ગીબપુરા સુધીમાં નોનવેજની ઘણી લારીઓ અને હોટલો આવેલ છે આ પવિત્ર માહ દરમ્યાન બધા જ હિન્દુઓ પુજા અર્ચના કરવા મંદિરોમાં જાય છે જેના રસ્તામાં આ લારીઓ અને હોટલો આવતી હોવાથી ધાર્મિક લાગણી દુભાય છે જેથી આ પવિત્ર શ્રાવણ માહ દરમ્યાન તેને બંદ કરવાની માંગણી વિશ્વ હિન્દુ પરીષદ-બજરંગ દળ કરી રહ્યું છે જો આ માહ દરમ્યાન આ હોટલો અને લારીઓ ચાલુ રહેશે તો તેને સંગઠન બંદ કરાવશે અને એ બાબતે કાઈ પણ વિવાદ થસે તો તેની સંપુર્ણ જવાબદારી પ્રશાશન ની રહેશે જેની જાણ સંગઠન આપને અગાઉ થી કરી રહ્યું છે. તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર