અમદાવાદ ઇસ્કોન બ્રિજ ઉપર થયેલ અકસ્માતમાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા અકસ્માતમાં બોટાદ તથા સુરેન્દ્રનગર જિલ્લાના યુવાનો સામેલ હતા ત્યારે આ અકસ્માતમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાનાં વતની ધર્મેન્દ્રસિંહ પરમાર કે જેઓ અમદાવાદ પોલીસ સ્ટેશન એસ.જી હાઈવે પર ટ્રાફિક પોલીસની ફરજ બજાવતા હતા તેમનું પણ આ દુર્ઘટનામાં મોત થયું હતું તેમની અંતિમયાત્રા પોતાનાં વતન ચુડા ખાતે નીકળી હતી.ધર્મેન્દ્રસિંહ પરમારનાં નશ્વર દેહને વતન ચુડા ખાતે લાવવામાં આવ્યો હતો.ત્યારે ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.ધર્મેન્દ્રસિંહનાં મૃતદેહને ચુડા ખાતે લાવતાં જ પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો અને પરિવારજનોનાં રુદનથી સમગ્ર વાતાવરણ ગમગીની છવાઈ ગઈ હતી ત્યારે પરિવારજનોનાં એકના એક પનોતા પુત્રની અંતિમ વિદાયથી પરિવારજનો પર આભ ફાટ્યું હતું.ધર્મેન્દ્રસિંહ અંતિમયાત્રામાં પરિવારજનો સહિત પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને સંખ્યામાં લોકો જોડાયા હતાં. ધર્મેન્દ્રસિંહની અંતિમયાત્રા સમયે ચુડા શહેર સજ્જડ બંધ રહ્યું હતું