અમદાવાદના શેલા કલબ 7ના બેઝમેન્ટમાં દારૂ સાથે મ્યુઝિકલ ડાન્સ પાર્ટીમાં મહેફિલ માણતા નબીરાઓને ઝડપી લેવાયા છે એક યુવતી સહિત 9 લોકોની અટકાયત કરવામાં આવી છે ડાન્સ પાર્ટીમાં તપાસ કરતા 6 લોકો પીધેલા અને 3 આરોપી પાસેથી દારૂ મળી આવ્યો હતો પોલીસે હેમલ દવે, રાહુલ ગોસ્વામી, રિતિકા શર્મા, ભાવેશ પાવર, આશુતોષ શાહ, રાહુલ ચહલ, ચિરાગ ધાનક, શનિ પંડ્યા અને પૃથ્વીરાજ ડોડલાને ઝડપી પડ્યા છે પોલીસે દારૂની બોટલ, બિયર, મોબાઈલ, બે BMW અને અન્ય કાર સહિત 8.58 લાખનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે