ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા દ્વારા પ્રધાનમંત્રી શ્રી મોદીજીના 9 વર્ષના સુશાસન ના સંદર્ભમાં સંપર્કથી સમર્થન અભિયાન અંતર્ગત બાવળા શહેરના અટલહોલ ખાતે બાવળા શહેર અને તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરોનુ સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ પાઠક, ધારાસભ્ય કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ દાવડા, ઉપરાંત અમદાવાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રમેશભાઈ મકવાણા, , બાવળા શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, તાલુકા પ્રમુખ ચેતનસિંહ ગોહિલ, જિલ્લા યુવા પ્રમુખ રણધિરસિંહ પઢેરીયા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા તેમજ કાર્યક્રમમાં પાર્ટીના આગામી કાર્યક્રમોની સફળતા અંગે પ્રેરક અને ઉત્સાહી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર